▪️હે મહાવીર પ્રભુ ! આપ મનસમિતિ થી મુક્ત છો, મારૂ સંતાન પણ મનને જીતનારો થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ વચનસમિતિ થી યુક્ત છો, મારૂ સંતાન પણ શુદ્ધવચનવાળો થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ કાયસમિતિ થી યુક્ત છો, મારૂ સંતાન પણ આરોગ્યવાન થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ ગુપ્ત ઇંદ્રિયવાળા છો, મારૂ સંતાન પણ ઇંદ્રિયનો વિજેતા થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ ને ક્રોધ નથી, મારૂ સંતાન પણ ક્રોધ ને જીતનારો થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ અભિમાન થી રહિત છો, મારૂ સંતાન પણ નિરાભીમાની થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ માયા થી રહિત છો, મારૂ સંતાન પણ માયા થી દૂર થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ નિર્લોભી છો, મારૂ સંતાન પણ નિર્લોભીં થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ શાંત છો, મારૂ સંતાન પણ શાંત થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ પ્રશાંત - ઉપશાંત છો, મારૂ સંતાન પણ પ્રશાંત - ઉપશાંત થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ પરિનિવૃત્ત છો, મારૂ સંતાન પણ સંસાર થી પરિનિવૃત્ત થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ આશ્રવ (કર્મબંધ કે કારણ) થી રહિત છો, મારૂ સંતાન પણ આશ્રવ થી રહિત થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ મમતા થી રહિત છો, મારૂ સંતાન પણ મમતા થી દૂર થાય.
▪️હે મહાવીર પ્રભુ ! આપ નિગ્રંથી છો, મારૂ સંતાન પણ બધા જ પ્રકાર ની ગાંઠ થી રહિત થાય.
▪️હે પ્રભુ ! આપ આકાશ જેવા મહાન છો, મારૂ સંતાન પણ મહાન થાય.
▪️હે પ્રભુ! આપ પવન જેવા અપ્રતિબદ્ધ છો, મારૂ સંતાન પણ પવન જેવો અપ્રતિબદ્ધ બને.
▪️હે પ્રભુ! આપ શરદ ઋતુ ના વાદળા જેવા નિર્મળ છો, મારૂ સંતાન પણ દિલથી નિર્મળ - સ્વચ્છ થાય.
▪️હે પ્રભુ! આપ હાથી જેવા બળવાન છો, મારૂ સંતાન પણ બળવાન થાય.
▪️હે પ્રભુ! આપ સિંહ જેવા પરાક્રમી છો, મારૂ સંતાન પણ પરાક્રમી થાય.
▪️હે પ્રભુ! આપ મેરૂપર્વત જેવા નિષ્પકંપ છો, મારૂ સંતાન પણ આપત્તિ માં નિષ્પકંપ થાય.
▪️હે પ્રભુ! આપ સાગર જેવા ગંભીર છો મારૂ સંતાન પણ ગંભીર થાય
▪️હે પ્રભુ! આપ ચંદ્ર જેવા સૌમ્ય - શીતલ છો, મારૂ સંતાન પણ સૌમ્ય – શીતલ થાય.
▪️હે પ્રભુ! આપ સૂર્ય જેવા તેજસ્વી છો, મારૂ સંતાન પણ તેજસ્વી થાય.
▪️હે પ્રભુ ! આપ સુવર્ણ જેવા વર્ણવાળા છો, મારૂ સંતાન પણ સુવર્ણ જેવો સાચો અને તેજવાન થાય.
▪️હે પ્રભુ! આપ ધરતી ની જેમ સર્વસંહ છો, મારૂ સંતાન પણ બધાનો ભાર ઉઠાવવાળો થાય .
સંસ્કાર શકિત