Jain Questions and Answers

  ધૂપપૂજા કેટલે દૂર રહીને કરાય ?..


ઉત્તર : ધૂપપૂજા અગ્રપૂજા હોવાથી ગભારાથી બહાર રહીને કરવાની છે. ગભારો ન હોય, તો પણ જઘન્યથી ભગવાનથી સાડા ત્રણ હાથ દૂર રહીને કરવી જરૂરી છે. ભગવાનમાં જીવંતતાની કલ્પના કરવાની છે. તો જીવંત વ્યક્તિના નાક પાસે લઇ જઇ સુગંધી ધુમાડો કરવામાં એને પણ ત્રાસ થાય છે. તો પછી ભગવાનના નાક સુધી ધૂપ લઇ જવો શી રીતે ઉચિત ગણાય ? ગૂંગળામણ ન થાય ને વાતાવરણ સુગંધિત થાય એવો ભાવ સચવાય એટલા દૂરથી ધૂપ કરાય. બાકી વાતાવરણને સુગંધિત કરવું એ વાત અલગ છે. ધૂપદાની પ્રભુ સન્મુખ ન રાખતા પ્રભુની ડાબી બાજુ રાખવી જોઈએ...